તાપીમાં એક કારચાલકે 17 વર્ષના બાળકને અડફેટમાં લીધો હતો, 6 દિવસ બાદ બાળકનું બાળકનું મૃત્યુ…

તાપી જિલ્લામાં ડોલવણ ના ગાંધી ઓવારા નજીક બેફામ તારે 6 દિવસ પહેલા એક 17 વર્ષના બાળકને ટક્કર મારી હતી. તે બાળકનું આજરોજ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલો બાળક ચાર બહેનો એક જ ભાઈ હતો.

મળતી માહિતી મુજબ આ અકસ્માતની ઘટના 28 ઓગસ્ટના રોજ બની હતી. બાળકનું નામ સાહિલ છે જ્યારે સાહિલ કોઈ કામે બહારગામ જઈ રહ્યો હતો ત્યારે એક કારચાલકે તેને અડફેટમાં લીધો હતો.

તેની સાથે તેનો મિત્ર પણ ત્યાં જ હતી. આ સમગ્ર ઘટના બનતા બંને મિત્રો અને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સાહિલની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ સાહિલને સારવાર છ દિવસથી ચાલતી હતી અને 6 દિવસ બાદ સાહિલ નું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ સાહિલ નું મૃત્યુ આજે સવારે થયું હતું. ચાર બહેનો ને એકનો એક ભાઇ અલવિદા કરીને દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો.

મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માત થયું ત્યારે કાર ચાલક ઘટના સ્થળે જ પોતાની કાર મુકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. કારચાલક બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*