મજૂરીકામ કરતાં માતા પિતા નો દીકરો બન્યો આર્મી ઓફિસર,ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવતા ગામ લોકોએ કર્યું એવું કે…

આર્મી-જવાનોની નિસ્વાર્થ ભાવે પોતાના દેશની સેવા કરતા હોય છે. પીથલપુર ગામ નો એક દીકરો પોતાની આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના ઘરે પરત આવ્યો તો ગામ લોકોએ પોતાના આર્મી જવાન દિકરાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીઠલપુર ગામના સુરેશભાઈનું આર્મીમાં સિલેક્શન થયું હતું. તેનાથી સુરેશભાઈ નો આખો પરિવાર ખૂબ જ ખુશ હતો.

સુરેશભાઈ જ્યારે એક વર્ષ પછી પોતાની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના ઘરે આવવા નો ફોન કર્યો ત્યારે તેમના પરિવાર અને ગામલોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરવાનું નક્કી કર્યું હતું. સુરેશભાઈ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમની નાની બહેને આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું અને આ પછી સુરેશભાઈ માતા-પિતાના આશીર્વાદ લીધા.

સુરેશભાઇના મિત્રોએ તેમને ફૂલોનો હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ગામલોકોએ સુરેશભાઈને બાઈક પર બેસાડીને ગામના જાપાથી નાચતા નાચતા તેમના ઘર સુધી મૂકવા માટે ગયા હતા.

સુરેશભાઈ ના સ્વાગત માટે આખું ગામ ભેગું થયું હતું. કારણ કે આખા ગામ માટે આ ખુબ જ ગર્વ ની વાત હતી કે તેમના ગામનો એક દીકરો આર્મીમાં પોતાની સેવા આપે છે.

સુરેશભાઈ ના માતા પિતા મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમને મજૂરી કામ કરીને પોતાના દીકરાને ભણાવ્યો અને આર્મી ઓફિસર બનાવ્યો.

આજે સુરેશભાઇ પોતાના મજૂરીકામ કરતાં માતા-પિતાનું નામ આખા ગામમાં રોશન કર્યું છે. સુરેશભાઈ પણ ગામ લોકોના દિલમાં તેમના પ્રત્યે પ્રેમ જોઈને ખૂબ જ ખુશ થઇ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*