મિત્રો જે ઉંમર માં બાળકોને માતા-પિતાના સાથની જરૂર અને તે ઉંમરમાં જ માતા પિતાનો સાથ છૂટી જાય તો એ બાળકને દુનિયામાં જીવવા માટે ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. દિલ્હીના અનુરાગ ની કહાની પણ આ કંઈક આવી છે. અનુરાગ ની ઉંમર અત્યારે માત્ર 19 વર્ષની છે અને તે પોતાનું ગુજરાન ચલાવવા માટે આજે રોડ પર વડાપાવ ની લારી ચલાવે છે.
અનુરાગ ના માતા પિતા નથી અત્યારે તે પોતાના મોટાભાઈ સમાન મિત્ર સાથે રહે છે. અનુરાગ ના પિતા તેને અને તેની માતાને ઘણા વર્ષ પહેલાં જ મૂકીને જતા રહ્યા હતા અને છ વર્ષ પહેલા અનુરાગને તેની માતા કઈ પણ જણાવ્યા વગર મૂકીને જતા રહ્યા હતા. ત્યારથી તેની માતાએ તેને કોઈપણ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી નથી એ સમયે અનુરાગ ની ઉંમર ખૂબ જ નાની હતી.
ગોપાલ નામના વ્યક્તિ અનુરાગને પોતાની પાસે સહારો આપ્યો અને તેને પાવભાજી અને વડાપાવ બનાવવાની ટ્રેનિંગ આપી. આજે પોતાનું ગુજરાન ચલાવવા માટે અનુરાગ વડાપાવ ની લારી ચલાવે છે. સાથે સાથે પોતાના અભ્યાસનો ખર્ચ પણ કાઢે છે.અનુરાગ નું આખું જીવન સંઘર્ષ ભર્યું છે તો પણ તેને હિંમત ન હારી અને આજે પોતાના પગ પર ઉભો છે.
જે બાળકોના માતા-પિતા નથી હોતા તેમને પોતાના જીવન માં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આજે અનુરાગ પણ પોતાની મહેનતથી પોતાનું ગુજરાન ચલાવે છે. અનુરાગ ની ઈચ્છા છે કે તે આમાંથી જ પોતાનો ધંધો મોટો કરે અને પોતાનું નામ કરે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment