આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે ત્યારે રક્ષાબંધન ના રોજ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એક મહિલા કોન્સ્ટેબલ સાથે થયું છે. મળતી માહિતી મુજબ એક મહિલા કોન્સ્ટેબલ પોતાના ભાઈને રાખડી બાંધીને ત્યાંથી પોતાની ફરજ પર જઈ રહી હતી.
ત્યારે રસ્તામાં મહિલા કોન્સ્ટેબલ નું અકસ્માત થયું હતું. આ સમગ્ર ઘટના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ની છે. મળતી માહિતી મુજબ મહિલા કોન્સ્ટેબલ હર્ષિતા બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને પોતાની ફરજ પર જઈ રહ્યા હતા.
ત્યારે તેમનો અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં અન્ય બે બાઇક ચાલકોએ હર્ષિદાબેન ની એકટીવા સાથે ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન હર્ષિતા બહેન ને ઈજા પહોંચી હતી.
તે માટે તેઓને તાત્કાલિક જેતપુર ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હર્ષિતા બહેનનું મૃત્યુ થયું હતું.
હર્ષિતા બહેનના પરિવારને જાણ થતા પરિવારમાં મૃત્યુનો માતમ છવાઇ ગયો હતો. આ ઉપરાંત હર્ષિદા બહેન ની વાત કરીએ તો તેઓ કલેકટર અને તલાટી ની પરીક્ષા માં ખૂબ જ સારા રેન્ક સાથે પાસ થયા હતા.
ત્યારબાદ તેઓને જેતપુર તાલુકામાં કોન્સ્ટેબલ તરીકેની પોસ્ટિંગ મળી હતી. આ સમગ્ર ઘટના રક્ષાબંધનના દિવસે થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment