રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને પરત ફરતી બહેનને નડીયું અકસ્માત, 5 વર્ષની બાળકીનું…

Published on: 6:21 pm, Mon, 23 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને કેટલાક અકસ્માત તો એવા હોય છે જેને જોઈને તમારી આંખમાંથી પણ આંસુ આવી જાય છે. ત્યારે રક્ષાબંધનના તહેવાર ના રોજ એક અકસ્માત સર્જાયો હતું આ અકસ્માતમાં 5 વર્ષની એક નાની બાળકી નું મૃત્યુ થયું છે.

બાટવામાં રહેતી એક મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉપલેટા આવી હતી. મહિલાની સાથે તેની 5 વર્ષની બાળકી પણ હતી.

રક્ષાબંધન ની વિધિ પતાવ્યા બાદ ભાઈ પોતાની બહેન અને ભાણેજને મુકવા માટે બાઈક પર જતો હતો ત્યારે રસ્તામાં તેમનું અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં બહેન ની દીકરી નું મૃત્યુ થયું હતું.

ભાઈ અને બહેન ને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ભાઈ અને બહેન અને 108 મારફતે સારવાર માટે ઉપલેટા ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ ઇજાગ્રસ્ત મહિલા અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.

અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. બાળકીના મૃત્યુની પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનો મહોલ છવાઇ ગયો હતો. બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!