ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 24 થી 26 જુલાઇ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ ફંટાઈ છે. હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ ની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થયા બાદ દરિયામાં અને અરબી સમુદ્ર તરફ જઈ રહી છે. તે માટે ઓગસ્ટ મહિનામાં વરસાદ સક્રીય થઈ જશે.
સાથે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે.
લો પ્રેશર સર્જાવાના કારણે ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં ફરી ધીમે ધીમે વરસાદની શરૂઆત થઇ શકે છે.
આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી જોર વધશે. અંબાલાલ પટેલ ની આગાહી ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 26 જુલાઈ સુધી સારો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ સહિતના મોટા રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયા કિનારા સુધી સિસ્ટમ સક્રિય બનતા અતિભારે વરસાદની આગાહી સામે આવી છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે બનાસકાંઠા, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, રાજકોટ, અમરેલી, ભાવનગર વગેરે માં ભારે વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment