ગુજરાત રાજ્યમાં આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે ત્યારે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોએ આગામી વિધાનસભાનની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. તેવામાં કોંગ્રેસના કાર્યકરોમાં હાર્દિક પટેલની સતત ગેરહાજરીને લઇને હવે ચર્ચાએ જોરપકડી છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસના જ કાર્યક્રમમાં ગેરહાજર રહે છે. આ ઉપરાંત આજે પણ યોજાયેલા રાજભવનના કાર્યક્રમમાં પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હાજર ન રહ્યા હતા.
અગાઉ પણ અનેકવાર હાર્દિક પટેલ કાર્યક્રમોમાં હાજર રહ્યા નથી. તેમજ બે વખત રાજ્યપાલ સાથેની મુલાકાતમાં પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા.
તેમજ કોંગ્રેસના જનચેતના કાર્યક્રમમાં હાર્દિક પટેલ ની ગેરહાજરી જોવા મળી હતી. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડા ને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પાર્ટીઓમાં અલગ-અલગ નેતાઓની જવાબદારી હોય છે.
અગાઉના કાર્યક્રમના કારણે નેતાઓ પાર્ટીના કાર્યક્રમમાં હાજર પણ ન રહે. આ ઉપરાંત અમિત ચાવડાએ કહ્યું કે નેતાઓ અલગ અલગ ઝોનમાં પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોઇ શકે છે.
આ ઉપરાંત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્યની રૂપાણી સરકારે પાંચ વરસની ઉજવણીનું આયોજન કર્યું તેને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું. અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર તો એવું તો શું કરી રહી છે જેના કારણે તેઓ ઉજવણી કરી રહ્યા છે.
તેમજ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના નેતા ઉજવણી કરે છે તો પણ પોલીસ કાંઇ કરતી નથી. રાજ્યની જનતા અને ભાજપના નેતાઓ માટે અલગ-અલગ કાયદાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment