મહારાષ્ટ્રમાં મેઘરાજાનો તાંડવ, આટલા લોકો ના થયા મૃત્યુ : CM ઠાકરે એ ગૃહમંત્રી અમીત શાહે સાથે કરી મહત્વની વાત…

Published on: 7:15 pm, Fri, 23 July 21

સમગ્ર દેશમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે એવામાં મહારાષ્ટ્રમાં તો વરસાદે હવે તો હદ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તા પર પાણી ભરાવાના કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે.

ત્યારે મહારાષ્ટ્રમાં ભયંકર વરસાદના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કહ્યું કે ફોટા બનાવાના પૈસા મહારાષ્ટ્રને રાયગઢમાં વધુ વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે તેનું મને દુઃખ છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મેં આ સમગ્ર ઘટના ઉપર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે અને NDRF ના DG સાથે પણ વાતચીત કરી છે.

આ ઉપરાંત NDRF ની ટીમ રાહત અને બચાવના કાર્યમાં લાગી ગઈ છે. મહારાષ્ટ્રમાં ભયંકર વરસાદના કારણે હાઇવે રોડ પર પાણી ભરાઈ ગયું છે.

આ ઉપરાંત મહાબલેશ્વર હિલ સ્ટેશન પર પણ 480 મિમી વરસાદ નોંધાયો છે. આ વરસાદે 45 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 44 લોકોના મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્રમાં વરસાદના કારણે બગાડતી સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ફોનમાં વાતચીત કરી છે અને સ્થિતિની જાણકારી મેળવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ગામમાં લેન્ડ સ્લાઇટ થવાના કારણે અનેક લોકો ફસાઇ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.