ખેડૂતો માટે મહત્વના સમાચાર: પ્રધાનમંત્રી કિસાન યોજના માં જો તમે કરશો આ ભૂલ તો, નહીં મળે 9મો હપ્તો..

Published on: 2:36 pm, Fri, 23 July 21

ખેડૂતોને ફાયદો થાય તે માટે પ્રધાનમંત્રી કિસાન યોજના ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રધાનમંત્રી કિસાન પોટલ પર 20 જુલાઈ 2021 સુધીમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 27 લાખ ખેડૂતોનું ટ્રાન્જેક્શન ફેલ થયું છે. એમ જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે.

પરંતુ ખેડૂતોના ખાતામાં પૈસા ક્રેડિટ થયા નથી. આ ઉપરાંત 1 કરોડ 95 લાખ પેમેન્ટ રાજ્ય સરકાર તરફથી રોકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ થી 31 લાખ પણ વધારે ખેડૂતોના ડેટા પ્રાયમરી લેવલ પર રિજેક્ટ કરાયા છે.

આ ઉપરાંત ઓગસ્ટ નવેમ્બરમાં આવનારો 9મા હપ્તાની તૈયારીઓ છે ત્યારે હજુ સુધી અનેક લોકોને તો 8માં હપ્તા ના પૈસા પણ નથી મળ્યા. હપ્તો ન મળવા પાછળ ઘણા કારણો હોઈ શકે.

જેમકે ડોક્યુમેન્ટ માં કોઈ ભૂલ, તમારા આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર ભરવામાં ભૂલ હોય તો પણ હપ્તો ન મળે. જો તમે આ પ્રકારની ભૂલ કરી હોય તો ઘરે બેઠા તેને ફટાફટ સુધારી લ્યો જેનાથી તમારો હપ્તો તમારા ખાતામાં જમા થઈ શકે.

ઓનલાઇન ચેક કરવા માટે આ પ્રોસેસ
સૌપ્રથમ તમારે https://pmkisan.gov.in પર જવું પડશે.
ત્યારબાદ ફાર્મર કોર્નર ની અંદર જઈને EDIT AADHAAR DETAILS ઓપ્શન પર ક્લિક કરો.

ત્યારબાદ અંદર આધારકાર્ડ નંબર લખો અને કેપ્ચર ફોર્મ ભરીને તેને સબમિટ કરી દો.
જો તમે તમારા નામમાં ભૂલ કરી છે તો તેને ઓનલાઈન સુધારી શકો છો.

આ ઉપરાંત કોઈ અન્ય ભૂલ થઈ છે તો કૃષિ કાર્યાલયમાં સંપર્ક કરો.
તમે HELPDESK ઓપ્શનની મદદથી મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને આધાર નંબરની ભૂલ સુધારી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ખેડૂતો માટે મહત્વના સમાચાર: પ્રધાનમંત્રી કિસાન યોજના માં જો તમે કરશો આ ભૂલ તો, નહીં મળે 9મો હપ્તો.."

Leave a comment

Your email address will not be published.


*