રાજ્યમાં હવામાન વિભાગની આગાહી હજુ આગામી સમયમાં વરસાદનું જોર વધી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આજરોજ બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ લો પ્રેશર સર્જાતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આવતી કાલથી રાજ્યમાં ફરી એક વખત ધીમે ધીમે વરસાદની શરૂઆત થઇ શકે છે. આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
આગાહી મુજબ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના અનેક મોટા શહેરોમાં સારો એવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયા કિનારા સુધી સિસ્ટમ સક્રિય બનતા અતિભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે.
આગાહી મુજબ આવતીકાલે રાજ્યમાં ભાવનગર, રાજકોટ, અમરેલી, તાપી, ડાંગ, અમદાવાદ, નવસારી, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટા ઉદયપુર, નર્મદા વગેરે વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે.
આગાહી મુજબ સોમવારના રોજ દમણ, વલસાડ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દમણ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં વરસાદ નું જોર વધશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment