દેશમાં આવતા વર્ષે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે આ ઉપરાંત 2024 માં લોકસભાની ચૂંટણી પણ છે. આ બધું જોતાં જ કોંગ્રેસના હાલના પ્રેસિડન્ટ સોનિયા ગાંધી એક્શન મોડ માં આવ્યા છે.
લોકસભાની ચૂંટણી સુધી કોંગ્રેસ પાર્ટી ની અધ્યક્ષતા સોનિયા ગાંધી સંભાળશે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટીમાં અમુક યુવા ચહેરાઓને પદ આપવામાં આવી શકે છે.
મળતી માહિતી મુજબ આ વખતે કોંગ્રેસ પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં “વન મેન વન પોસ્ટ” ફોર્મ્યુલા કામ કરી રહી છે. આ તમામ કારણોસર લોકસભાની ચૂંટણીમાં પોતાનું નેતૃત્વ બદલી શકે છે.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ કાર્ય કરી અધ્યક્ષની નિમણૂક કરવાની સંભાવના છે. આ તમામ નિર્ણયો લેવા માટે અધ્યક્ષ સોનિયા ગાંધીની મદદ રાહુલ ગાંધી કરશે. સચિન પાયલોટ, ગુલાબી નબી આઝાદ, રમેશ ચોનીથલા, મુકુલ વસનિક વગેરેના નામ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ માટે આગળ છે.
પરંતુ આ ફેર બદલી માં પ્રિયંકા ગાંધીની ભૂમિકા પર કોઈ પણ ભાર આપવામાં આવ્યો નથી. હાલમાં કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની પક્ષને સંભાળે છે.
પ્રિયંકા ગાંધીને 2019 માં લોકસભાની ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશ માટે મોટી જવાબદારી આપવામાં આવી હતી. તે સમયે રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે તેમને લાંબા ગાળા માટે જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત રાહુલ ગાંધી એવો પણ દાવો કરી ચૂક્યા છે કે 2022 નો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ જીતશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment