ગુજરાતના કોરોના ની બીજી લહેર દિવસે ને દિવસે ઘટતી જાય છે ત્યારે ગુજરાતમાં આરોગ્યક્ષેત્રે વધુ એક મોટો નિર્ણય લેવાયો છે. જેમાં યોગા અને નેચરોપેથીનિ સારવારને લઈને સરકારે જાહેરાત કરી છે. ઉપરાંત આયુર્વેદિક, હોમિયોપેથી, એલોપેથી બાદ નેચરોપેથી અને યોગા ની ડીગ્રી ધરાવતા વ્યક્તિઓ પાસેથી સારવાર મેળવી શકો છો.
આ અંગેની તમામ જાહેરાત ની માહિતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં આરોગ્ય સુખાકારી માં વધારો થયો અને સ્વાસ્થ્ય સારું રહે.
તે માટે ગુજરાત સરકાર દ્વારા HWC શરૂ કરવામાં આવ્યું છે. જેનો મતલબ હેલ્થ અને વેલનેસ ક્લિનિક છે.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારના હેલ્થ વિભાગે 8 જુલાઈના દિવસે જાહેર કરેલા ઠરાવ મુજબ વડોદરાની મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ માંથી BNYS ની ડિગ્રી મેળવનાર.
લોકો ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનની સિસ્ટમ ઓફ મેડિસિન બોર્ડમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે 1500 રૂપિયાની ફી ભરીને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન થઇ શકશે. પાંચ વર્ષ બાદ તેનું રીન્યુ કરાવવું પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment