AAPના નેતા વિજય સુવાળાએ અનોખા અંદાજમાં ગીત ગાઈને ભાજપ અને કોંગ્રેસનો કર્યો વિરોધ…

ગુજરાતમાં પાટણના સમી તાલુકામાં વેડ ગામમાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે પોલીસ દ્વારા કાર્યક્રમની અટકાયત કરવામાં આવી હતી.

જે બાદ વિજય સુવાળા સહિત 12 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી એને આ તમામ લોકોને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. જેમાં વિજય સુવાળા એ પોલીસની હાજરીમાં વિરોધ કર્યો હતો.

વિજય સુવાળા એ ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ ગીત ગાઈને રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ‘લાકડી લેતા તો અમને પણ આવડે છે’.

પરંતુ સમય સાથે બધું જ થશે. ત્યારબાદ તેઓ શું બોલ્યા તે તેમને ખબર પડતાં ગાંધીજીની અહિંસાની વાતો શરૂ કરી દીધી હતી. ત્યારબાદ સંમેલનમાં આવેલા લોકોની ડિમાન્ડ પર ગીત ગાઈને પણ લોકોને રાજી કર્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો આ વખતે આમ આદમી પાર્ટી ભાજપને જબરદસ્ત ટક્કર આપશે. ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*