AAP નેતા મહેશ સવાણી એક્શન મોડપર, અહીં ભાજપના ગઢમાં પડ્યું ગાબડું, 300 થી વધુ લોકો જોડાયા AAPમાં…

આ વર્ષે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ રાજકીય પક્ષોને ટક્કર આપશે. આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. ઉપરાંત અલગ અલગ જિલ્લા, તાલુકા અને શહેરના લોકો, સામાજિક અગ્રણી, ઉદ્યોગપતિઓ અને રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. થોડાક દિવસો પહેલા જ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

એવામાં વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપોર વોર્ડમાં ત્રણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને એક આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર ચૂંટાયો હતો.

ત્યારે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પડયું છે. ત્યારે સુરતના ડભોલી વિસ્તારમાં ઉમરાળા ગામ નો એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં હરીદર્શનના ખાડામાં રહેતા 300 કરતા વધારે લોકો મહેશ સવાણી ની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

સુરતમાં ભાજપના કોર્પોરેટરના વોર્ડની ઘણી સોસાયટીઓમાં લોકોને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના મામલે સોસાયટીના લોકો આમ આદમી પાર્ટી નો કોન્ટેક કરી રહ્યા છે.

અને ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં અલગ-અલગ સોસાયટીમાંથી 800 કરતાં વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*