દેશમાં કોરોના ની બીજી લેહર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. કોરોના ની બીજી લહેર માં દેશમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય અને સરકારને ત્રીજી લહેર ને લઈને ચિંતા વધી રહી છે. અને અનેક રાજ્યમાં કોરોના ની બીજી લહેર ઘટતા રાજ્ય સરકાર દ્વારા અનલોક ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
અને અનેક રાજ્યમાં કોરોના ના નિયમો હજુ યથાવત જ છે. ઉપરાંત કેટલાક રાજ્યોમાં સ્કૂલ, શૈક્ષણિક સંસ્થા, શોપિંગ મોલ અને બજારો ખુલ્લા મૂકી દીધા છે. એક્ટિવ કેસનો આંકડો પાંચ લાખથી ઓછો થઈ ગયો છે.
ઉપરાંત પોઝીટીવ રેટ 10 ટકાથી વધારે છે. એવામાં લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં અમુક એવા રાજ્યો છે કે જ્યાં કોરાણા નો પોઝિટિવ રેટ નો આંકડો 10 ટકાથી વધારે છે. જેમાં ત્રિપુરા, મેઘાલય , રાજસ્થાન, ઓરિસ્સા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર , કેરળ, સિક્કિમ વગેરે રાજ્યમાં કોરોના ની બીજી રહે યથાવત છે.
આ ઉપરાંત લવ અગ્રવાલે દેશની જનતાને ચેતવણી આપતા કહ્યુ કે કોરોના ની બીજી લહેર હજુ યથાવત છે તે માટે કોરોના ના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
આ ઉપરાંત તેમને આંકડા રજૂ કરતાં કહ્યું કે દેશમાં કોરોનાના 80% નવા મામલા 90 જિલ્લામાંથી આવી રહ્યા છે.આ ઉપરાંત તેમને રસીકરણના આંકડાઓ પણ આપ્યા.
અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 37.07 કરોડથી વધારે લોકો ને રસી અપાઇ ગઇ છે. અને કેન્દ્ર સરકાર દ્વારા સતત રસીકરણ અભિયાન ઝડપી બને તે માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment