દેશમાં કોરોનાની મહામારી માં જનતા નો જીવ બચાવતા ઘણા ડોક્ટરો કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે તેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને જણાવ્યું કે ચાલુ વર્ષનો ભારત રત્ન એવોર્ડ ભારતીય ડોક્ટરોને આપવો જોઈએ.
આ ઉપરાંત તેમણે લખ્યું કે આવું કહેવાનો મારો અર્થ કોઈ નિશ્ચિત વ્યક્તિનો નથી. પરંતુ દેશના તમામ ડોક્ટરો, નર્સ અને પેરામેડીકસ છે જેમણે કોરોના ની બીજી લહેર માં ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઉપરાંત તેમણે લખ્યું કે કોરોના ની સામેની લડતમાં ઘણા ડોક્ટરો અને નર્સોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જો સરકાર ડોક્ટરોને ભારત રત્ન આપે તો તેમના માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. દેશના લાખો ડોક્ટર હવે પોતાના કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે.
જેથી ડોક્ટરો માટે ભારત રત્ન સિવાય તેમના માટે બીજું કોઈ માન સન્માન નથી. આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે જો કાયદામાં કોઈ ગ્રુપને ભારતરત્ન આપવાની જોગવાઇ ન હોય તો તે જોગવાઈમાં સુધારો કરો.
દેશમાં સૌથી વધારે બિહારમાં 115 ડોક્ટરોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં 109 ડોક્ટરોના મૃત્યુ થયા છે. રાજસ્થાનમાં 43 ડોક્ટરોના મૃત્યુ થયા છે. યુપીમાં 79 ડોક્ટરોના મૃત્યુ થયા છે. બંગાળમાં 62 ડોક્ટરોના મૃત્યુ થયા છે. ઝારખંડમાં 39 ડોક્ટરોના મૃત્યુ થયા છે.
આંધ્ર પ્રદેશમાં 38 ડોક્ટરોના મૃત્યુ થયા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યા અનુસાર પહેલી લહેર માં 748 ડોક્ટરો મૃત્યુ પામ્યા છે. અને કોરોના ની બીજી લહેર માં અત્યાર સુધીમાં 730 ડોક્ટરોના મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment