છેલ્લા બે મહિનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના ની બીજી લહેર દરમિયાન ડીઝલના ભાવમાં લગભગ 10% વધારો થયો છે. દેશમાં છેલ્લા 61 દિવસમાં 32 વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં 1મેના રોજ પેટ્રોલનો ભાવ 90.40 રૂપિયા હતો.
ત્યારે આજે દિલ્હીમાં પ્રતિ લીટર પેટ્રોલના ભાવ 98.81 રૂપિયા એ પહોંચ્યો છે. છેલ્લા 60 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 8 રૂપિયાની આસપાસ વધારો થયો છે.
ભારત દેશમાં હાલમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ઉચ્ચ સ્તરે ચાલી રહ્યો છે. સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલનો ભાવ રાજસ્થાનના ગંગાનગરમાં છે. ગાંધીનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 109.67 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 102.12 રૂપિયા છે.
દેશમાં 2014થી 2020 સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ની વાત કરીએ તો 2014માં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 66.09 રૂપિયા અને ડીઝલ નો ભાવ 50.32 રૂપિયા હતો.
2015માં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 61.41 રૂપિયા અને ડીઝલ નો ભાવ 46.87 રૂપિયા હતો. 2016માં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 64.70રૂપિયા અને ડીઝલ નો ભાવ 53.28 રૂપિયા હતો. 2017માં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 69.19 રૂપિયા અને ડીઝલ નો ભાવ 59.08 રૂપિયા હતો.
2018માં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 78.90 રૂપિયા અને ડીઝલ નો ભાવ 69.18 રૂપિયા હતો. 2019માં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 71.05 રૂપિયા અને ડીઝલ નો ભાવ 60.02 રૂપિયા હતો. 2020માં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 76.32 રૂપિયા અને ડીઝલ નો ભાવ 66.12 રૂપિયા હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment