દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ડોક્ટરોએ પોતાનું મહત્ત્વનું બલિદાન આપ્યું છે. ઉપરાંત આજરોજ દેશમાં ડોક્ટર ડે પણ છે. ડોક્ટર ડે પર દેશને સંબોધિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ડોક્ટર હોય લાખો લોકોના જીવ બચાવ્યા છે.
અને કોરોના ની સામેની લડતમાં ઘણા ડોક્ટરો એ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હું તે તમામ ડોક્ટરના આત્માઓને શ્રદ્ધાંજલિ આપું છું. આ ઉપરાંત તેમને કહ્યું કે અમારી સરકારે સ્વાસ્થય સેવાને ટોચની પ્રાથમિકતા આપી છે.
તેમજ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગયા વર્ષે કોરોના ની પહેલી લહેર માં સરકારે લોકોના હેલ્થ માટે 15000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને આ વખતે કોરોનાની લહેરમાં સરકારે સ્વાસ્થ્ય સેવાઓ માટે 2 લાખ કરોડનું વધારે બજેટ ફાળવ્યું છે.
ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશમાં ઝડપી ગતિએ એઈમ્સ કરવામાં આવે છે. ઉપરાંત નવી મેડિકલ કોલેજો બની રહે છે.
અને દેશમાં આધુનિક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો કરવામાં આવશે. 2014 સુધીમાં દેશમાં ફક્ત 6 એઈમ્સ હતી. ત્યારબાદ સાત વર્ષમાં 15 નવી એઈમ્સનું કામ શરૂ થયું છે.
ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કારણ કે દેશમાં મેડિકલ કોલેજ ની સંખ્યા પણ લગભગ દોઢ ગણી વધી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જ્યારે ડોક્ટર યોગનો અભ્યાસ કરે છે તો આખી દુનિયા તેને ગંભીરતાથી લે છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટરોને જણાવ્યું કે જેટલી સંખ્યામાં દર્દીઓની તમે સેવા કરો છો, તે હિસાબે તમે પહેલેથી જ દુનિયામાં સૌથી આગળ છો. નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાંથી કોરોના હજુ ગયો નથી તે માટે લોકોને સાવધાની રાખવી જરૂરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment