દેશમાં કોરોનાની મહામારી ના કારણે કેટલાય મહત્વના કામ અટકી પડયા હતા. તેવામાં કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે જાહેરાત કરી કે ડ્રાઇવિંગ લાઇસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ, વહીકલ સર્ટીફીકેટ વગેરેના તારીખ 30 સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત તેઓએ આદેશ આપ્યો છે કે ભલે આ તમામ ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ જાય પરંતુ તે માન્ય ગણાશે. આ નિયમ વાહનના puc માં લાગુ નહીં પડે. જો તમારું પીયુસી સર્ટીફિકેટ એક્સપાયર થઈ ગયું હશે તો તેના પર કાયદેસરના દંડ ભરવો પડશે.
જો તમારા ડોક્યુમેન્ટની એક્સપાયરી 30 સપ્ટેમ્બર પહેલા પૂરી થાય છે તો રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા નિયમો લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે.
યાત્રીઓ અને પરિવહન સેવામાં લાગેલા લોકોને મુશ્કેલી વિના એક સ્થળેથી બીજા સ્થળે જવાની પરમિશન આપી છે. જો ડ્રાઇવિંગ લાઇસન્સ, વ્હીકલ રજીસ્ટર સર્ટીફીકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ એક્સપ્રેસ છે તો પણ ચાલશે.
સરકાર દ્વારા કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને આ સમય 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી દેવામાં. જે લોકો ના ડોક્યુમેન્ટ 1 ફેબ્રુઆરી 2020 ના રોજ ખતમ થયા હતા અથવા તો 30 તારીખે પૂરા થઇ રહ્યા છે તેઓને ચિંતા કરવાની જરૂર નથી.
સરકાર દ્વારા આ લોકો માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય વેલીડ કર્યો છે. તે માટે સપ્ટેમ્બર પહેલા જો તમારા ડોક્યુમેન્ટ એક્સપાયર હશે તો પણ કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment