પ્રધાનમંત્રી જન ધન ખાતા ધારકોને મળી રહ્યો છે આ મોટો લાભ, આ રીતે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો.

Published on: 10:19 am, Tue, 22 June 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવેલ યોજના પ્રધાનમંત્રી જન ધન યોજના એક એવી યોજના છે કે જેમાં દેશના ગરીબોને ઝીરો બેલેન્સમાં બેંકમાં ખાતુ, પોસ્ટ ઓફિસ અથવા તો રાષ્ટ્રીયકૃત બેન્કમાં ખાતું ખોલાવી શકે છે. આ ખાતું ખોલાવ્યા બાદ ગરીબ વ્યક્તિ પોતાના ખાતામાં જ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

તેવામાં પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં એકાઉન્ટ હોલ્ડરને કોઈ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે. આ રૂપિયામાંથી 1 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો અને 30000 રૂપિયા નું જનરલ ઈન્સ્યોરન્સ મળે છે.

જો ખાતાધારક સાથે કોઈ પણ પ્રકારની ઘટના થાય તો તેને 30 હજાર રૂપિયા મળે છે. આવતાં અકસ્માત દરમિયાન એકાઉન્ટ હોલ્ડર નું મૃત્યુ થાય તો તેના પરિવારને 1 લાખ રૂપિયાની દુર્ઘટના વીમાની રકમ આપવામાં આવે છે.

જો તમારે પણ જનધન ખાતુ ખોલાવવું હોય તો તમારા વિસ્તારની નજીક ની બેંકમાં જઈને તમે આ યોજના માટે બેંકમાં તમારી એક ફોર્મ ભરવાનું રહેશે.

આ ઉપરાંત તમારો જરૂરી જાણકારી આપવાની રહેશે જેમકે નામ, મોબાઇલ નંબર, બેંક બ્રાન્ચ નું નામ, અરજદારનું સરનામું, વ્યવસાય અને વાર્ષિક આવક, નોમિની, આશ્રીતોનિ સંખ્યા, વોર્ડ નંબર, વિલેજ અથવા તો ટાઉન કાર્ડ વગેરેની જાણકારી આપવાની રહેશે.

તેમજ આ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જેમ કે આધાર કાર્ડ કે પાસપોર્ટ, પાનકાર્ડ, વોટર કાર્ડ, ઓથોરિટી નો લેટર જેમાં નામ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરનામું અને આધાર નંબર લખેલો હોય આ ઉપરાંત ગ્રેજ્યુએટ ઓફિસરની તરફથી જાહેર કરાયેલો લેટર ની જરૂર પડશે.

આ ઉપરાંત દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં તમારે જનધન ખાતુ ખોલાવવું હોય તો એક મિસકોલ ની મદદથી તમામ જાણકારીઓ મેળવી શકો છો. 18004253800 અથવા 1800112211 નંબર પર મિસ કોલ કરવાનો રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી જન ધન ખાતા ધારકોને મળી રહ્યો છે આ મોટો લાભ, આ રીતે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો."

Leave a comment

Your email address will not be published.


*