કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસીબુક ઉપર વેલીડીટી વધારી દીધી. સૌપ્રથમ સરકારે વેલીડીટી 30 જુન સુધી જાહેર કરી હતી પરંતુ કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને સરકારે 30 સપ્ટેમ્બર સુધી ડોક્યુમેન્ટ માન્ય રહેશે તેવી જાહેરાત કરી છે.
માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી આવેલા આદેશ મુજબ આ ડોક્યુમેન્ટ 1 ફેબ્રુઆરી 2020 સુધી એક્સપાયર થઈ જવાનું હતું. હવે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને 30 સપ્ટેમ્બર 2021 સુધી વેલીડીટી થઇ જશે.
લોકડાઉનના કારણે કોઈપણ વ્યક્તિને રીન્યુ કરાવી શકે એમ ન હતા તે માટે આ તારીખ વધારી દેવામાં આવી. આ ઉપરાંત નાગરિકોને ટ્રાન્સપોર્ટ સંબંધિત કોઈ સેવાઓમાં પ્રોબ્લેમ ન પડે તે માટે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કહેવામાં આવ્યું છે.
કે આ નિયમને તાત્કાલિક પ્રભાવ થી લાગુ કરવામાં આવશે. જેના કારણે ટ્રાન્સપોર્ટ અને બીજી સંસ્થાઓ આ મુશ્કેલ કામ કરી રહી હતી એ માટે તેને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં આવે.
કેન્દ્ર સરકારે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને 6 વખત ડ્રાઇવિંગ લાઇસન્સ ની વેલિડીટી વધારી હતી. હાલમાં પણ તે વેલીડીટી વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરી દેવામાં આવી છે.
સૌપ્રથમ સરકાર દ્વારા વેલીડીટી 30 માર્ચ 2020, ત્યારબાદ 9 જૂન 2020, ત્યારબાદ 24 ઓગસ્ટ 2020, ત્યારબાદ 27 ડિસેમ્બર 2020, ત્યારબાદ 26 માર્ચ 2021 આમ 6 વખત વેલિડીટી વધારી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment