સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ના કારણે તમામ શાળા કોલેજો બંધ કરી દેવામાં. અને પરીક્ષામાં કેટલાય ધોરણના વિદ્યાર્થીઓને માસ્ક પ્રમોશન પણ આપી દેવામાં આવ્યું છે. એવામાં જતી રાજ્યમાં સ્કૂલોમાં દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. સ્કૂલોમાં નવું સત્ર ની આજથી શરૂઆત થઈ રહી છે.
રાજ્યમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને તમામ વિદ્યાર્થીઓ ને નવા સત્રની શરૂઆત ઓનલાઇન શિક્ષણ આપીને કરવામાં આવશે. શાળામાં કોઈપણ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવામાં આવે. વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ અભ્યાસ કરવાનો રહેશે અને શાળા પર શિક્ષકો અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે.
રાજ્ય સરકારે હજુ સુધી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન વર્ગ શરૂ કરવાની મંજુરી આપી નથી. જ્યાં સુધી મંજૂરી ન આપે ત્યાં સુધી વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગ ચાલુ રહેશે. આ ઉપરાંત જો કોરોનાની મહામારી કાબુમાં આવે અને સ્કૂલ શરૂ કરવામાં આવે તો સરકારની તમામ ગાઈડલાઇન્સનું પાલન કરીને તમામ શાળાઓ ખોલવામાં આવશે.
શાળામાં આવતા તમામ શિક્ષકોને કર્મચારીઓને ખરાચિયા ટેમ્પરેચર થર્મલ સ્કીન થી ચેક કરવામાં આવશે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે હજી વિદ્યાર્થીઓને એક મહિના સુધી ઓનલાઇન અંતર આપવામાં આવશે.
ત્યાર બાદ રાજ્યમાં કોરોના ની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા ખોલવા પર નિર્ણય લેવામાં આવશે રાજ્યમાં કોરોનાની મહામારી ના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં 50 ટકા સમતાથી કર્મચારીઓના કામકાજ ચાલતું હતું.
પરંતુ આજે સંપૂર્ણ ક્ષમતા સાથે તમામ ખાતાઓ શરૂ થઈ જશે. આ ઉપરાંત અમદાવાદમાં મહિનાઓથી બંધ પડેલી AMTS, BRTS બસવા જે 50% મુસાફરીઓ સાથે શરૂ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment