મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કરી મોટી જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરેલી જાહેરાત અનુસાર રાજ્યમાં પાંચ તબક્કામાં અનલોકિંગ કરવામાં આવશે. રાજ્યના જિલ્લાઓમાં ધીરે-ધીરે લોકડાઉન પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. આ પ્રતિબંધ હટાવવા નું કાર્ય 18 જિલ્લાઓમાં થશે.
રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે જે જિલ્લાઓમાં ઓછું સંક્રમણ થાય છે તેવા જિલ્લાઓમાંથી ધીમે ધીમે લોકડાઉન હટાવી લેવામાં આવશે.
રાજ્યના કુલ 36 જિલ્લાઓમાંથી 18 જિલ્લાઓમાં પ્રતિબંધને હટાવવા માટેની કામગીરી કરશે. એટલે કે મહારાષ્ટ્રમાં આવતી કાલથી 18 જિલ્લાઓમાં તમામ વસ્તુ ખુલ્લી મૂકી દેવામાં આવશે.
આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે 15 જૂન બાદ મુંબઇ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ પાંચ સ્તર અનુસાર એટલે કે ૧,૨,૩,૪,૫ હેઠળ અનલોકિંગ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં લેવલ-1 માં ઔરંગાબાદ, ભંડાર, ધુલે, ગઢચિરોલી, જલગાવ, જલગાના, નાસિક, નાદડે, થાણા અને પરભણી જિલ્લાનો સમાવેશ થાય છે. અને લેવલ 2 માં મુંબઈ, અમરાવતી, હિગોલી અને નંદુરબાર એટલા માટે જિલ્લાઓનો સમાવેશ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment