હવામાન વિભાગની આગાહી ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે હળવાશ પડતો વરસાદ, જાણો.

દેશમાં આજે કેરળમાં થી ચોમાસાનું આગમન થવાનું છે. જેના કારણે રાજ્યમાં પ્રી-મોન્સુન એકટીવ થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા મા આજે વહેલી સવારે વાદળછાયુ વાતાવરણ થઈ ગયું છે.

ગઇકાલે સાંજે કેટલાંક વિસ્તારોમાં તો હળવા પડતો વરસાદ પડયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતમાં પણ આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વહેલી સવારે અમદાવાદમાં ભારે પવન પણ ફૂંકાયો અને ત્યારબાદ વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણ થઇ ગયું છે. પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો થતા વાદળછાયુ વાતાવરણ થઇ ગયું છે.

આના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પણ આવ્યો છે. મોરવા અને ગોધરામાં બે દિવસથી વાતાવરણમાં ખૂબ જ ઠંડક જોવા મળી છે. સુરતમાં વાતાવરણની વાત કરીએ તો સુરતમાં પાલ અડાજણ વિસ્તારમાં પણ વહેલી સવારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 15 થી 20 જૂન ની વચ્ચે રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. આ ઉપરાંત બાપલા, વક્તાપુર, વાછોલ, આલવાડા જેવા ગામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે અને વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની કારણે ગ્રામ્ય વિસ્તારમાં બાજરી સહિત અનેક પાક માં મોટું નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*