દેશમાં પેટ્રોલના ભાવમાં ફરી એક વખત થયો મોટો ધડાકો, આટલા રૂપિયા મોંઘુ થશે પેટ્રોલ.

Published on: 11:38 am, Thu, 3 June 21

ભારત દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે તેવામાં દેશમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જો દેશમાં આવી જ પરિસ્થિતિ ચાલતી રહે તો ટૂંક સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ વધારો થશે.

અને ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી જશે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ પણ ઉછાળો જોવા મળશે. હાલમાં પેટ્રોલ હોવાના મામલે સરકાર કિંમત વધવા ને લઈને કોઈ પણ દખલગીરી નહીં કરે.

સરકારી સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધીરે ધીરે વધારો કરવામાં આવશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક સાથે મોટો વધારો નહીં કરે દસ પૈસાનો વધારો કરવામાં આવશે.

એટલે કે સરકાર સામાન્ય માણસોને ઝટકો આપશે પરંતુ ધીમે-ધીમે પેટ્રોલના ભાવ વધારીને ઝટકો આપશે. આવનારા 15 થી 20 દિવસમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 3 રૂપિયા થાય તેવી સંભાવના છે.

ડીઝલના ભાવમાં પણ 1 થી 2 રૂપિયાનો વધારો થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ રેગ્યુલર ચાલે છે તે માટે સરકાર પણ કઈ કરી શકતું નથી પરંતુ જો સરકાર પોતાના ટેક્સ ઘટાડે તો સામાન્ય જનતાને રાહત મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં પેટ્રોલના ભાવમાં ફરી એક વખત થયો મોટો ધડાકો, આટલા રૂપિયા મોંઘુ થશે પેટ્રોલ."

Leave a comment

Your email address will not be published.


*