મહામારી ના સમયમાં સુરતની જગ્યા માટે નો મહેલ બનાવવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા ની તિજોરી ના તળિયા દેખાતા તાજેતરમાં મહાનગરપાલિકાએ પાંચ પ્લોટ હરાજીમાં મૂક્યા છે તો બીજી તરફ રૂપિયા પાંચ કરોડના ખર્ચે મેયર હેમાંગી બોઘવાલા માટે બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.
સુરત ના અલથાણ પાસે મેયર ના બંગલા બનાવવા પાછળ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. તેમા 1.25 કરોડ નું ઇન્તીરિયર પણ કરવામાં આવ્યું છે. મૈયરનો આ બંગલો 5983 સ્ક્વેર મીટર એરિયામાં તૈયાર થયો છે.
આ બંગલામાં ગાર્ડન, બે માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ અને ઓફિસ સહિત ની તમામ સુવિધા ઊભી કરાઇ છે. વાયરસ ની મહામારી ના કારણે સુરત મા મહાનગરપાલિકા ની તિજોરીમાં તળિયા દેખાવવા લાગ્યા હતા.
પરિસ્થિતિ એવી થઇ કે તંત્રએ નાણાં ભેગા કરવા માટે પાંચ પ્લોટ હરાજી માં મૂકી દેવા પડ્યા છે. મહામારી મા મહાનગરપાલિકાને રૂપિયા ની ખેંચ પડી રહી છે અને કેટલાય કામો બંધ કરી દેવામાં આવ્યા છે,
ત્યારે મેયર મેડમ મસ્ત મહેલ બાંધીને મોજ કરી રહ્યા છે. ગાંધીનગરમાં રહેતા ગુજરાતના મોટા મંત્રીઓ કરતા પણ વધારે સુવિધાઓ મેયરના બંગલામાં આપવામાં આવી છે.
મેયર ના બંગલામાં ખૂબ જ સારી એવું ઇન્ટરિયર છે જેની કિંમત સવા એક કરોડ રૂપિયા છે. મેડમ ને કામનું ભારણ એટલું બધું હોય છે કે તેમનો તણાવ દૂર કરવા માટે મેડીટેશન રૂમ બનાવવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment