ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી તરફ રસીકરણ પણ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકોને અત્યારે કોવિશીલ્ડ અને કોવેક્સીન આપવામાં આવી રહી છે. ભારત બાયોટેક કોવેક્સિન અંકલેશ્વરમાં ઉત્પાદન થશે.
ભારત બાયોટેકે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં એક વર્ષમાં ભારત બાયોટેકની કો વેક્સિન ના વીસ કરોડ ડોઝ નું ઉત્પાદન થશે. ગુજરાતમાં કો વેક્સિન ના ઉત્પાદન થી રાજ્યને ફાયદો થશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર માં વેક્સિન નું ઉત્પાદન થશે. આ અંગે બાયોટેકના કો ફાઉન્ડર અને જેએમડી સુચિત્રા એલ્લાએ ટ્વિટ કરીને માહિતી આપી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જૂન મહિના પહેલા વિક થી ફોર્મ્યુલેશન અને પેકિંગ ની પ્રક્રિયા શરૂ થઇ શકે છે. તેમજ ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા શરૂ થશે.
નોંધનીય છે કે અત્યારે હૈદરાબાદ અને બેંગલોર માં મોટાપાયે કો વેક્સિન ઉત્પાદન થઈ રહ્યું છે. દેશમાં વેક્સિન ની મોટી માંગને પગલે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિન નું ઉત્પાદન થશે.
અંકલેશ્વર ખાતે આવેલી સબિસડરીની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદન ક્ષમતા છે. આ યુનિટ રેબિસ ની રસી નું ઉત્પાદન અટકાવી કોવેક્સિન ઉત્પાદન શરૂ કરશે તેમ પણ જાણવા મળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment