સરકારે જનતાને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી છે. રોકાણકાર સોવેરેન ગોલ્ડ બોન્ડ યોજના અંતર્ગત બજાર મૂલ્ય કરતાં ઘણા ઓછા ભાવે સોનુ ખરીદી શકે છે. આ યોજના ફક્ત પાંચ દિવસ માટે ખુલ્લી છે એટલે આજે અંતિમ તેનો દિવસ છે.
માટે જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો તો મોડું ન કરશો. તેના વેચાણ પર થનારા લાભ પર આયકર નિયમો અંતર્ગત છૂટ સાથે અન્ય ઘણા લાભ મળશે. આ જાણકારી નાણામંત્રાલય દ્વારા જારી એક નિવેદન માં મળી છે.
સરકાર દ્વારા ગોલ્ડ બોન્ડ માં રોકાણ માટે આ નાણાકીય વર્ષ 2021-22 ની પહેલી સિરીઝ છે. નાણામંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યું હતું સોવેરન ગોલ્ડ બોન્ડ મે થી લઇ સપ્ટેમ્બર વચ્ચે છ હપ્તા માં જારી કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત તમે 4777 રૂપિયા પ્રતિ ગામે સોનું ખરીદી શકો છો એટલે કે જો તમે 10 ગ્રામ સોનું ખરીદો છો તો તેની કિંમત 47770 રૂપિયા બેસે છે અને ગોલ્ડ બોલ્ડ ની ખરીદી ઓનલાઇન રીતે કરી શકાય છે તો સરકાર રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામ ની અતિરિક્ત છૂટ આપશે.
એમાં અરજી માટે ચૂકવણી ડિજિટલ મોડના માધ્યમથી કરવાનું રહેશે. ઓનલાઇન સોનાની ખરીદી પર રોકાણકારોને પ્રતિ ગ્રામ સોનું 4727 રૂપિયા પડશે હવામાન તમને 47270 રૂપિયામાં 10 ગ્રામ સોનું મળી જશે.
ગોલ્ડ બોન્ડ ની પરિપક્વતા અવધિ આઠ વર્ષની હોય છે અને તેના પર વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ મળે છે.બોન્ડ પર મળતું વ્યાજ રોકાણકારોના ટેક્સ સ્લેબ ના અનુરૂપ કર યોગ્ય હોય છે પણ તેનો પર સ્ત્રોત પર કર કપાત નથી હોતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment