ગુજરાતમાં વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. માતાએ ખેતીમાં કેસર કેરી ને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે.
જે બાદ અનેક લોકોના ઘર ને નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂંપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકશાન ના તાત્કાલીક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. ઉનાળુ પાકને અસર થઇ છે. કેરી અને નાળિયર ના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુંપડા ઉડી ગયા છે.
જે પશુઓના મોત થયા તેની સહાયતા તથા ચોથું કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે નુકસાન સર્વેની કામગીરી તત્કાળ શરૂ કરવામાં આવે.
માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે અને જણાવ્યું કે બે દિવસમાં તંત્ર વધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરશે.
69429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી તેમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી.
જેમાંથી 83 કોવીડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ચાલુ થઇ ગયો છે અને 39 હોસ્પિટલમાં ફરી વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment