આજરોજ પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત, કરશે આ મહત્વનું કામ, જાણો વિગતે.

113

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી મોદી આજ રોજ ગુજરાતના પ્રવાસે સવારે 11:30 કલાકની આસપાસ નવી દિલ્હી થી ભાવનગર આવશે.

પ્રધાનમંત્રી હેલિકોપ્ટર દ્વારા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વાવાઝોડાએ સર્જેલી તબાહી નું હવાઈ નિરીક્ષણ કરશે. હવાઈ સર્વેક્ષણ બાદ પ્રધાનમંત્રી અધિકારીઓ સાથે બેઠક પણ કરવાનું હોવાનું જણાવાઇ રહ્યું છે.

ગઈકાલે દિવસ પર વાવાઝોડા ની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે.5951 ગામમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ગઈ છે.3850 ગામમા વીજ પુરવઠા ની કામગીરી ચાલુ છે.220kv ના 5 સબટેસન અસરગ્રસ્ત થયા હતા જેમાંથી એક સબ સ્ટેશન શરૂ થઈ ગયા છે.

69429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી.

તેમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી. જેમાંથી 83 કોવીડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ચાલુ થઇ ગયો છે અને 39 હોસ્પિટલમાં ફરી વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!