ગુજરાતમાં વાઇરસ ના વધતા વચ્ચે આજે મુખ્યમંત્રી રૂપાણી ફરીથી કેબિનેટ બેઠક બોલાવી છે. ગુજરાતમાં વરસાદની વચ્ચે ગઈકાલે રાજ્યમાં લાગેલા પ્રતિબંધને અવધિને લંબાવી દેવામાં આવી છે. રાજ્યમાં 36 શહેરોમાં નાઈટ કરફ્યુ સહિતના જે પ્રતિબંધો લાગ્યા છે.
તે બધા હવે 18 મે સુધી લાગુ રહેશે ત્યારે આજે ફરી મુખ્યમંત્રી રૂપાણી અધ્યક્ષતામાં બેઠક થવા જઈ રહી છે. રાજ્યમાં વધતા વાયરસના કેસ ની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી રૂપાણી એ કેબિનેટની બેઠક બોલાવી છે.
જેમાં માનવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલા વાઇરસના કેસ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ વાયરસ સામે લડવા માટે વેકસીનેશન પર પણ ચર્ચા સંભવ છે.
બીજી તરફ થી બોધ પાઠ લઈને સરકાર એ ત્રીજી લહેર માટે શું તૈયારી કરવી તે મુદ્દે પણ ચર્ચા બાદ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
આ સિવાય રાજ્યમાં ચોમાસાને લઈને પ્રિમોન્સૂન કામગીરીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે તથા હાલમાં જ વધેલા ભાવ પણ રાજ્યની સરકાર મનોમંથન કરશે.
ગુજરાતમાં 8 મહાનગરપાલિકા સહિત 36 શહેરોમાં કરફ્યુ નો સમય યથાવત રખાયો છે.આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કરફ્યુ યથાવત્ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment