રાજ્યમા લોકડાઉન લંબાવવા માટે આજે પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવાશે, જાણો કોણે કહ્યુ?

Published on: 9:15 am, Wed, 12 May 21

કોવિડ સાંકળ તોડવા માટે મહા વિકાસ આધાડી સરકારે મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન અમલમાં મૂક્યો છે અને આ ઉપરાંત રાજ્ય ના કેટલા જિલ્લા માં વધુ કડક લોકડાઉન મુકાયા છે. અત્યારે વાઇરસ ધીમે ધીમે નિયંત્રણની દિશામાં છે પણ સંકટ ટળ્યું નથી.

આથી પ્રધાનમંડળની બેઠકમાં રાજ્ય મા કડક લોકડાઉન ની મુદત વધારીને 31 મે સુધી કરવામાં આવે એવી શક્યતા છે. જો કે રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સની ભલામણોને આધારે કડક લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાય એવી માહિતી મુંબઈના પાલક પ્રધાન અસલમ શેખે આપી હતી.

રાજ્યમાં વાઇરસના દર્દીઓની સંખ્યા વધવાનો દર હવે ઊતરશે. અનેક જિલ્લામાં વાઇરસને નિયંત્રણમાં આવી રહ્યો હોય એવું ચિત્ર નજરે પડી રહ્યું છે.

હાલમાં મહારાષ્ટ્રની જે પરિસ્થિતિ છે તે બાબતે આરોગ્યની વધુ મૂળભૂત સુવિધા ઉભી કરવા સંબંધે વિચાર કરી રહ્યા છીએ. એવી પ્રતિક્રિયા અસલમ શેખે એ આપી હતી. તેઓએ કહ્યું કે રાજ્યના કેટલાક ભાગમાં પરિસ્થિતિ હજુ ગંભીર છે.

આથી રાજ્યમાં લોકડાઉન વધશે કે ઉપાડી લેવાશે આ બાબતે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેઓએ કહ્યુ કે 15 મે બાદ લોકડાઉન આગળ લંબાવવું હોય તો કયા પ્રતિબંધ હળવા કે ઉપાડી લેવા તથા કંઈ આ બાબતની પરવાનગી આપી અથવા કયા પ્રતિબંધ વધુ કડક કરવા તેનો વિચાર કરવો પડશે.

બુધવારે યોજાનારી પ્રધાનમંડળની બેઠકમાં આ બાબતે વિચાર કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું. લોકડાઉન ને લીધે મુંબઈના ફાયદો થયો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે.

દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને હવે ત્રીજી લહેર નો સામનો કરવાની તૈયારી હાથ ધરાય છે. જમ્બો સુવિધા ઉભી કરવા માટે કામ શરૂ કરાયું છે તેમ અસલમ શેખે માહિતી આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમા લોકડાઉન લંબાવવા માટે આજે પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવાશે, જાણો કોણે કહ્યુ?"

Leave a comment

Your email address will not be published.


*