ગામડામાં કોરોનાવાયરસ ના કેસો સતત વધી રહ્યા છે. એક જ પરિવારમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે ગુજરાતનાં ગામડાંઓમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે. નાના ગામડાઓમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરાઈ રહ્યા છે.
સાથે જ સરકાર દ્વારા લોકોને સારવાર કરવાની અપીલ કરાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોના ખાતેના કોવિડ કેર સેન્ટર ઉભા કરાઈ રહ્યા છે. સાથે સરકાર દ્વારા લોકોને સારવાર કરવાની અપીલ કરાઇ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત સહિત ની જરૂરી વ્યવસ્થા રાખવા ડીજીપી દ્વારા આદેશ કરાયો છે. ગુજરાતના શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભીડ ન થાય.
તથા લગ્ન જેવા પ્રસંગોમાં સરકારની માર્ગદર્શિકા નો ભંગ ન થાય તે માટે પોલીસ વોચ રાખશે. PHC/CRC ના સંપર્કમાં રહીને કોવિડ કેર સેન્ટર ખાતે જરૂરી સંખ્યામાં પોલીસ તથા તેની સાથે મદદમાં જી.આર.ડી ના જવાનો અને ગામના યુવાનોને સ્વયંસેવક તરીકે મદદમાં લેવા આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગામડાઓમાં હજુ પણ લોકો લગ્ન પ્રસંગોમાં ભીડ એકઠી કરી રહ્યા છે. એક તરફ ગામડાઓમાં પણ વધી રહ્યું છે ત્યારે હવે ગામડાઓમાં પણ નજર રાખવાની જરૂર પડી છે.
ગુજરાત પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ગામ ખાતે અન્ય જાહેર સંસ્થાઓ એ લોકો વધુ સંખ્યામાં એકઠા ન થાય અને સામાજિક અંતર તથા માસ્ક ના નિયમોનું પાલન થાય.
તે પણ પોલીસ તથા જી.આર.ડી જવાનો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 56600 પોલીસ અધિકારી-કર્મચારી, 90 એસ આર પી કંપની,13000 જેટલા હોમગાર્ડ તથા 30000 જી.આર.ડી.ના જવાનો તૈનાત રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment