દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થતાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ગુરુવારે પેટ્રોલમાં પ્રતિ લિટર 25 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 30 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં ચૂંટણી ના કારણે 18 દિવસ સુધી ઈંધણ માં ભાવ વધારો અટકાવી રાખ્યો હતો.
ચૂંટણી પરિણામો આવી ગયા પછી સરકારી ઓઇલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ફૂડ ઓઈલ ના ઊંચા ભાવનો બોજ હવે ગ્રાહકો પર નાખવાનું શરૂ કર્યું છે.
આ ભાવ વધારાને પગલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 90.74 થી વધીને 90.99 જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹81.12 થી વધીને 81.42 થયો છે.
સરકારી ઓઇલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડીઝલના ભાવમાં 16 પૈસા તથા બુધવારે પેટ્રોલના ભાવમાં 16 પૈસા અને ડીઝલના 20 પૈસા નો ભાવ વધારો કર્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો સમગ્ર દેશમાં થયો છે જોકે રાજ્યના સ્થાનિક વેટ ટેકસ ના આધારે રાજ્યમાં ઈંધણ ના ભાવ અલગ અલગ હોય છે. છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલમાં 59 પૈસા અને ડીઝલમાં 69 નો ભાવ વધારો થયો છે.
સરકારી ઓઇલ કંપનીઓએ 15 મી એપ્રિલે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડ્યા પછી આશ્ચર્યજનક રીતે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સમયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અટકાવી રાખ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment