બંગાળ માં થયેલી ઘટના મામલે ગૃહમંત્રાલય એક્શનમાં, રાજ્ય સરકાર ને કહ્યુ તાત્કાલિક કરો આ કામ નહિતર…

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ થયેલી ઘટના અંગે કેન્દ્ર સરકાર કડક થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય બુધવારે પશ્ચિમ બંગાળ સરકારને સમરણ પત્ર લખ્યો છે અને રાજ્ય માં ચૂંટણી બાદ થયેલી ઘટના પર વિસ્તૃત રિપોર્ટ આપવા માટે કહ્યું છે.

આ સાથે જ કેન્દ્ર સરકાર આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવા માટે પણ આદેશ કર્યા છે. નોંધનીય છે કે ગૃહ મંત્રાલય દ્વારા પહેલા પણ રિપોર્ટ બાંધવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય દ્વારા આપવામાં આવી નથી.

એવામાં કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. પત્રમાં આપવામાં આવેલ સૂચના મુજબ રાજ્યમાં આવી ઘટનાઓ નહીં રોકાય તો માનવામાં આવશે કે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા નથી.

કેન્દ્ર સરકારે આદેશ કર્યા છે કે સમય ગુમાવ્યા વિના આ ઘટનાને રોકવી જોઈએ તથા તાત્કાલિક વિસ્તૃત રિપોર્ટ આપવો જોઈએ. નોંધનીય છે.

કે રવિવારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી હોય તેવા સમાચાર સામે આવ્યા હતા.

ભાજપ દ્વારા મમતા બેનરજીના કાર્યકર્તાઓ મારામારીમાં આરોપ લગાવવામાં આવ્યો છે જ્યારે મમતા બેનરજીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ કહ્યું કે આ ઘટનાને સાંખી લેવામાં આવશે નહિ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*