ગુજરાત માં વાયરસ ના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે ત્યારે ભાજપના નેતાઓનો ગુસ્સો હવે સરકારની કામગીરી સામે ફૂટી રહો છે. ભારતમાં વાયરસ ના વધતા કેસ વચ્ચે સરકાર અને તંત્રની નાકામી થી જનતા પરેશાન છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ઑક્સિજન અને બેડ માટે પ્રજા પરેશાન થઈ રહી છે.
અને ગુજરાતમાં પણ અમદાવાદ, સુરતમાં આજે પણ પરિસ્થિતી ગંભીર છે. વધતા જતા કેસો વચ્ચે ભાજપના કાર્યકર્તાઓ માં પણ રોજ તંત્ર સામે હોય તેવું દેખાઈ રહ્યું છે. અંકલેશ્વરના ભાજપના નેતાએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
કલ્પેશ તેલવાલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને લોકોની પડી રહેલી મુશ્કેલીઓ વિષે જણાવ્યું છે.
તેઓએ પોસ્ટ કરીને કહ્યું કે મહામારી ની બીજી લહેર આવવાની હતી તે ખબર હતી, લોકોએ સરકારને ફંડ પણ મોટા પ્રમાણમાં આપ્યો પરંતુ એક વર્ષનો સમય માત્ર ચૂંટણીઓમાં વેડફી નાખ્યો.
લોકો મરતા રહ્યા અને ભાઈ બંગાળમાં દીદી કરવા ગયા અને જનતા ને આત્મનિર્ભર બનાવી જવાબદારીમાંથી છટકી ગયા. ભાજપના નેતા દ્વારા પોતાના સાહેબ સામે આ પ્રકારે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.
ત્યારે આ પોસ્ટને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવી છે. જેને જોઈને લાગી રહ્યું છે કે પ્રજાને પડી રહેલી મુશ્કેલી ને જોતા નેતાઓનો ગુસ્સો પણ હવે ફૂટી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment