ભારતમાં મહામારી બેકાબૂ બની રહી છે અને આ સમયગાળા દરમિયાન ઓક્સિજન, બેડ, દવાઓ અને મેડિકલ સામગ્રીઓની અછત ઉભી થતાં સરકારે અન્ય દેશો પાસે મદદ માગી હતી. આ મદદની વિનંતીને ઘણા દેશોના પ્રતિભાવ મળ્યો હતો. એક અહેવાલ અનુસાર દુનિયાના લગભગ 40 જેટલા દેશોએ ભારતની મદદ જાહેર કરી છે અથવા તો મોકલી દીધી છે.
ઘણા દેશોમાં અંગેની પ્રક્રિયા પણ શરૂ છે ત્યારે આ બધાની વચ્ચે અમેરિકા અને રશિયા પછી વૈશ્વિક રાજનીતિમાં સૌથી મજબૂત મનાતા યુરોપીય દેશોના સંઘ એટલે કે યુરોપિયન યુનિયન એક જાહેરાત કરી છે.
કે જે મુજબ જેવું ભારતને એક મિકેનિઝમ ની અંદર માં મદદ મોકલવાનું શરૂ રાખશે. એક નિવેદનમાં યુરોપિયન યુનિયન દ્વારા કહેવામાં આવ્યું હતું કે EU સિવિલ પ્રોટેક્શન મિકેનિઝમ ભારતની મદદ માટે સતત કોર્ડીનેટ કરવાનું ચાલુ રાખશે.
અને ભારત કે જે હાલમાં મહામારી સામે લડી રહ્યો છે. છેલ્લા અઠવાડિયે યુરોપિયન સંઘે જાહેરાત કરી હતી કે આઇલેન્ડ, બેલ્જીયમ, રોમાનિયા અને લક્ઝમબર્ગ દ્વારા પણ ભારતને મદદ મોકલાય છે.
વધુમાં તેઓએ કહ્યું કે વધારાની આપાતકાલીન ઇમર્જન્સી રાહત પેકેજ પણ ચેક ગણરાજ્ય અને ડેન્માર્ક તરફથી મોકલવામાં આવશે જેમાં દેશો તરફથી ભારતને મદદ મોકલવાની છે.
તેની પણ જાણકારી આપી હતી.જેમ કે ચેક ગણરાજ્ય દ્વારા 500 ઓક્સિજન સિલિન્ડર, ડેનમાર્ક દ્વારા ભારતને 53 વેન્ટીલેટર ની ઓફર કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment