મહામારી ને કાબુમાં લેવા કેન્દ્રએ રાજ્ય ને લોકડાઉન ને લઈને કહી ખાસ વાત.

99

દેશ માં વાયરસ નો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કેન્દ્ર કહ્યું છે કે જ્યાં સંક્રમણ વધારે છે ત્યાં કડક લોકડાઉન જાહેર કરવામાં આવે. આ વાઇરસ ની મહામારીને ગતિએ જોતા કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે જે જિલ્લામાં સંક્રમણ વધારે છે ત્યાં 14 દિવસનું કડક લોકડાઉન લગાવવામાં આવે.

અને સંક્રમણ ની ચેન ને તોડવામાં તેનાથી ખૂબ જ મદદ મળશે. આ નિયમ એ જગ્યાએ લાગુ કરાશે જ્યાં 10 ટકાથી વધારે કેસો આવી રહ્યા છે.

આ વિસ્તારમાં સ્થાનિક રીતે લોકડાઉન જાહેર કરાશે અને હાલમાં ઉત્તરપ્રદેશ સરકારે શુક્રવાર સાંજ થી મંગળવાર સુધી લોકડાઉન જાહેર કર્યું હતું.

તેને વધારીને હવે 6મે ની સવારે 7 વાગ્યા સુધી લંબાવ્યું છે તો ચંડીગઢમાં પણ 11 મે સુધી લોકડાઉન કાયમ રહેશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 250 જિલ્લામાં વાયરસ નું સંક્રમણ 10 ટકાથી વધારે છે. જોકે આ આ સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

સરકારે રાજ્યમાં નવી રીતે આ જિલ્લાની ઓળખ કરી અને જે વિસ્તારો પ્રભાવિત છે ત્યાં લગભગ 14 દિવસ નું લોકડાઉન જાહેર કરવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!