દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની કેજરીવાલ સરકારને સવાલ કર્યો કે ફિલ્ડ હોસ્પિટલ તૈયાર કરવા માટે શા માટે આર્મીની મદદ નથી લેવામાં આવી રહી. દિલ્હીમાં મહામારી ના સંકટ અંગે હાઈ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે અને હાઈકોર્ટે કેજરીવાલ સરકારને જણાવ્યું છે કે આર્મી પાસે અલગ પ્રકારની ટેકનોલોજી છે.
અમે બેડ વધારી રહ્યા છે તેવું કહેવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. હાઈકોર્ટે જણાવ્યું કે હાલના સમયે ઓક્સિજન વગર ના બેડ નો કોઈ અર્થ નહિ રહે. આર્મી ની સાથે મળીને કામ કરશો તો સરકારના સંશોધનો સારી રીતે ઉપયોગ થઈ શકશે.
હાઈકોર્ટે સરકારને એવો સવાલ પૂછ્યો હતો કે એક એપ્રિલ બાદ દિલ્હી સરકારે કેટલા icu બેડ ઉપલબ્ધ કર્યા અને આ બેડની હાલમાં શું સ્થિતિ છે.
દિલ્હી સરકારે હાઇકોર્ટમાં એવી દલીલ કરી કે જ્યારે અમે દિલ્હીમાં બેડ ની સંખ્યા વધારવા રાત-દિવસ કામ કરી રહ્યા છીએ તો આર્મીની મદદ લેવાનું શા માટે દબાણ કરાઈ રહ્યુ છે. અમે અમારી મેળે 15000 બેડની સંખ્યા વધારી રહ્યા છે.
દેશમાં આ વાયરસને રોકવા માટે ડોક્ટર ફાઉચીએ લોકડાઉન જરૂરી ગણાવ્યું છે અને મળતી માહિતી અનુસાર તેઓએ કહ્યું કે તમે ભલે છ મહિનાનું શટ ડાઉન ન કરો. તમે ટ્રાન્સમિશન ને રોકવા માટે અ સ્થાયી રીતે શટડાઉન કરી શકો છો.
તેઓએ કહ્યું કે કોઈ ને પસંદ ના હોય કે દેશને બંધ કરવામાં આવે. તેઓએ કહ્યું કે જો તમે થોડા અઠવાડિયા માટે આ કામ કરો છો તો તેની સ્થિતિ પર અસર થતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment