ભાજપના નેતા અલ્પેશ ઠાકોર નું દર્દ સામે આવ્યું છે. ગુજરાતની એક ખાસ ન્યુઝ ચેનલ સાથે વાત કરતા અલ્પેશ ઠાકોર કહ્યુ કે, ઓક્સિજન અને ઇન્જેક્શન ની અછત છે તે વાસ્તવિકતા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓક્સિજન નિકટ પડી રહી છે અને સાથે કહ્યું કે સરકાર ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં ભેદભાવ કરી રહી છે.
સંવેદનશીલ સરકાર અને મુખ્યમંત્રી અંતરિયાળ વિસ્તારના લોકોના જીવ બચાવવા જોઈએ. સરકાર રોજ નવા નિયમો બદલે છે ક્યારેક ઇન્જેક્શન માટે નવા નિયમો ક્યારેક ઓક્સિજન માટે નિયમો બદલાતા ખાનગી તબીબો પણ દર્દીઓની સારવાર માટે મુશ્કેલીમાં મુકાયા છે.
તેવો એ મુખ્યમંત્રીને સવાલ પૂછતા કહ્યું કે તમને લોકડાઉન લગાવવાથી કોણ રોકી રહ્યું છે?નોંધનીય છે કે ગઈકાલે ગુજરાત રાજ્ય 14327 નવા કેસ નોંધાયા છે.
રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ થી વધુ 180 લોકોના મૃત્યુ થયા છે.
અને તેની સાથે કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,33,415 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
અને 22,89,426 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ ફૂલ 1,19,22,841 લોકોને રસીકરણ નો ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment