હિમાચલ પ્રદેશ મહામારી ના સંકટ ને જોતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની બોર્ડની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે અને 17 એપ્રિલે શરૂ થનારી ગ્રેજ્યુએટ યુનિવર્સિટી ની પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ સચિવ રાજીવ શર્માના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને જોયા બાદ જ ગત નિર્ણય લેવામાં આવશે.
હાલની પરિસ્થિતીને જોતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર એ જાહેરાત કરી છે કે મહામારી ને જોતા શૈક્ષણિક સંસ્થાઓને 10 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. આપને જણાવી દઇએ કે રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થા એક મે સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો.
પહેલા મુખ્યમંત્રી 21 એપ્રિલ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ કર્યો હતો ત્યાર બાદ મંત્રીઓ સાથે બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. દસ મે બાદ મહામારીની સ્થિતિને જોયા બાદ આગળ નો આદેશ જાહેર કરવામાં આવશે.
ભારતના કેટલાક રાજ્યોમાં મહામારી ને જોતા સંક્રમણ ન ફેલાય તે માટે દિલ્હી,પંજાબ ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્ર,ગુજરાત જેવા રાજ્યમાં શાળા-કોલેજો બંધ કરવાનો નિર્ણય લીધેલ છે.
નોંધનીય છે કે ગઈકાલે ગુજરાત રાજ્ય 14327 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.
છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ થી વધુ 180 લોકોના મૃત્યુ થયા છે અને તેની સાથે કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment