દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આજ રોજ સમાપ્ત થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં આઠમા તબક્કાનું મતદાન પૂરું થતાંની સાથે જ તમામ ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ જોવા મળી રહી છે. આસામ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ આ પાંચ રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ હતી.
પશ્ચિમ બંગાળને 30 બેઠકો અને આસામની 47 વિધાનસભા બેઠકો પર મતદાન 27 માર્ચના રોજ યોજાયો હતો. પશ્ચિમ બંગાળની 35 બેઠકો ઉપર આઠમા અંતિમ તબક્કાનું મતદાન આજે સાંજે 06:00 સુધી થયું હતું.
પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કાની સૌથી લાંબી ચૂંટણી યોજાઈ હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠકોમાંથી 292 બેઠકો પર મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા બેઠકોની સંખ્યા 294 છે.
પરંતુ કોરોના નો ચેપ લાગવાના કારણે બે ઉમેદવારોના મોત નિપજ્યા છે. પશ્ચિમ બંગાળ ની ચૂંટણીમાં ભાજપ અને TMC વચ્ચે કાંટાની ટક્કર એકજીટ પોલ જોતા જોવા મળી રહી છે.
પક્ષિમ બંગાળ માં ભાજપ અને TMC વચ્ચે કાંટા ની ટક્કર જોવા મળી રહી છે.અમુક ન્યૂઝ ચેનેલ ના એકજીટ પોલ જોવા જઈએ તો ભાજપ ની જીત જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ મમતા દીદી આ વખતે હેટ્રિક મારે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment