ભારતમાં સૌથી ઝડપી 14 કરોડ લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે.99 દિવસોમાં 14 કરોડ લોકોનું વેક્સિનેશન કરવાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. ફૂલ વેક્સિનેશન 58.83 ટકા વેક્સિનેશન 8 રાજ્યોમાં થયું છે.
જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરલ નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 92 લાખ 90 હજાર 528 સ્વાસ્થ્ય કર્મચારીઓએ પહેલો ડોઝ તથા 59 લાખ 95 હજાર 634.
સ્વાસ્થ્ય કર્મચારીઓએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. બીજી તરફ 1 કરોડ 19 લાખ 50 હજાર 251 ફન્ટલાઈન વર્કર્સ વેક્સિન નો બીજો ડોઝ લીધો છે.
છેલ્લા 21 કલાકમાં દેશમાં 25 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. ભારતના વિશાળ જનસમૂહને જોતા ભારતે હજુ પણ વેક્સિનેશન ને વધુ ઝડપી બનાવવાની જરૂર લાગી રહી છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 49 હજાર નવા કેસ નોંધાયા હતા અને સાથે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2 લાખ 15 હજાર દર્દી સાજા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જૂરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment