ગુજરાતમાં ભયજનક કોરોના ની સ્થિતિ સામાન્ય નાગરિકની ઊંઘ ઉડાડી છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન 108 ને સાયરન વગાડવા પર રાજ્યની રૂપાણી સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. ખાનગી એમ્બ્યુલન્સ ના સાયરન લગાડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
રાત્રી દરમિયાન ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવા ની છુટ આપવામાં આવી છે. એમ્બ્યુલન્સના સાયરન થી લોકોમા ડરનો માહોલ ઊભો થાય છે અને આ ડરનો માહોલ ઊભો ન થાય માટે.
રાત્રી દરમિયાન એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે.કોરોનાવાયરસ ની સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે.
ત્યારે કોરોના કરતાં પણ ભયંકર રોગ લોકોના મનમાં ગરી ગયેલો ડર છે. રાજ્યમાં રાત્રી દરમિયાન એમ્બ્યુલન્સની હેરફેર દરમિયાન સાયરાનના અવાજથી સામાન્ય નાગરિકની ઉંઘ ઉડી જાય છે અને ડરી જાય છે.
જેથી રાજ્યની રૂપાણી સરકાર દ્વારા રાજ્યમાં રાત્રી દરમિયાન એમ્બ્યુલન્સના સાયરન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.
અને આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાવાયરસ ના કારણે થયા છે. ગઇકાલે કોરોના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.
તો સાથે સાથે મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટીલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment