ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ નો કહેર યથાવત છે ત્યારે વાઈરસની ઝપેટમાં લાખો લોકો આવી ગયા છે. આજ અરસામાં શુક્રવારે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 9000 જેટલા કોરોના ના કેસ આવી રહ્યા છે ત્યાર બાદ હવે ગુજરાતમાં સ્થિતિ ખૂબ જ વણસી ગયેલી જોવા મળી રહી છે.
ગુજરાત રાજ્યમાં હાલમાં દર્દીઓનો બેડ નથી મળતા તો ક્યાંય એમબ્યુલન્સ નથી મળી રહી ત્યારે હવે આ વિકટ સ્થિતિ અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે રોજ એક મહત્વનું ટ્વીટ કર્યું છે.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી ને કોરોના ની સ્થિતિ ને લઈને લોકોની મદદ કરવા માટે વિનંતી કરી છે અને માટે તેઓએ કોંગ્રેસ પાર્ટી પાસે જે 65 ધારાસભ્યો છે.
જેવો મદદ માટે તૈયાર હોવાની પણ બાંયધરી આપી છે. આ અંગે જણાવતા હાર્દિક પટેલે કહ્યું કે અમને પણ કામ બતાવો જેથી મદદ કરી શકીએ.
અને અમારા ધારાસભ્યોને જે આદેશો આપશો તેનું સાથે મળીને કામ કરીશું.ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.
અને આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાવાયરસ ના કારણે થયા છે. ગઇકાલે કોરોના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.
તો સાથે સાથે મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટીલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment