સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઉથલપાથલ, જાણો આજનો ભાવ.

સોના-ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવામાં ગુરૂવાર 15 એપ્રિલના રોજ સોનુ MCX પર 194 રૂપિયાની તેજી સાથે 46802 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ થયો હતો. ચાંદીના ભાવમાં 260 રૂપિયાનો વધારો થયો હતો.

આજનો ચાંદીનો પ્રતિ કિલો નો ભાવ 67898 રૂપિયા છે. સોનાના ભાવમાં આજે 194 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.ચેન્નઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 47690 રૂપિયા છે. મુંબઈમાં આજનો સોનાનો ભાવ 45750 રૂપિયા છે.

કોલકત્તામાં આજનો સોનાનો ભાવ 48550 રૂપિયા છે. આ બધા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામની છે. કોરોનાની મહામારી ફરી એક વખત સમગ્ર વિશ્વમાં કેસ વધી રહ્યા છે.

તેવામાં સોના ચાંદીના ભાવ વધારો ઘટાડો થઈ રહ્યો છે. જાણકારી મુજબ સોનાનો ભાવ 50 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.

સોનાની આયાત પર નજર નાખીએ તો માર્ચ મહિનામાં દેશમાં 160 ટનની સપાટીએ સોનાની આયાત પહોંચી હતી. ગયા વર્ષ કરતા સોનાની આયાતમાં 471 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

2021 માં પ્રથમ મહિનામાં સોનાની આયાત 124 રનની હતી. ભારતમાં સોનાની કિંમત સોનાની આયાત પર જોવા જઈએ તો લગભગ 1.23 અજબ ડોલરની પહોંચ્યો છે.

કોરોનાની મહામારી ખૂબ જ વધી રહી છે અને આગામી સમયમાં જો સતત કેસ વધતા રહેશો સોનાની આયાતમાં ઘટાડો જોવા મળે છે અને ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*