કોરોનાવાયરસ ની પરિસ્થિતિ જોતા મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું ટાઈમટેબલ બદલાયું છે અને હવે જૂન મહિનામાં પરીક્ષા લેવાશે. ભારતમાં કોરોનાવાયરસ ની બીજી લહેર ચાલી રહી છે અને તેમાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે.
ભારતના જુદા જુદા રાજ્યોમાં કોરોનાવાયરસ ના કારણે વિવિધ પ્રતિબંધ લાગ્યા છે ત્યારે બોર્ડની પરીક્ષાઓ પણ પાછળ ઠેલવાનો વારો આવ્યો છે.
કોરોનાવાયરસ ની ગંભીર પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડી જાહેરાત કરી કે કોરોનાવાયરસ ના કારણે બોર્ડની ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષાઓ હવે જૂન મહિનામાં લેવામાં આવશે.
અને આ પહેલા પરીક્ષા મે મહિનાના અંત સુધીમાં લેવાની હતી.ભારતમાં કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે.
દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસો આવી રહ્યા છે જ્યારે 24 કલાકના દૈનિક કેસો એ તો વૈશ્વિક સ્તરે પણ રેકોર્ડ તોડ્યો હતો.24 કલાકમાં કોરોના ના 1.83 લાખ કેસો સામે આવ્યા હતા.
જેને પગલે દૈનિક કેસો બાબતે ભારત વિશ્વમાં અમેરિકા બાદ બીજા તમે પહોંચ્યું છે. ખાસ કરીને હિન્દી ભાષી રાજ્યોમાં કોરોના ના કેસો નો રાફડો ફાટયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment