સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર એક પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે તમને ટીવી પર ઘણા ઉશ્કેરાયેલા જોયા જેને લઈને થોડી ચિંતા થઈ. આપણે જાહેરજીવનમાં હોઈએ વળી સત્તા માં હોઈએ અને પ્રજાને જિંદગી માટે ટળવળતા જોઈએ.
જીવનમાં એક એક શ્વાસ ઉછીના લેવા પરિવારજનો આમતેમ જોઈએ તો અકળામણ થાય એ સ્વાભાવિક પણ છે. મિત્ર મને તમારો ખોટી દિશાનો અતિ આક્રોશ અને ઉશ્કેરાટ સમજાયો નહીં.
શાંત ચિત્તે સેવા કરવા માટેની પૂર્વ શરત છે અને વળી જબરદસ્તીથી તો આપણને કોઈ જાહેર જીવનમાં લાવ્યો નથી. તમને કે મને અથવા કોઇપણ જાહેર જીવનના વ્યક્તિને પ્રજાએ કંકોત્રી લખી ને બોલાવ્યા નથી અને કહ્યુ પણ નથી.
કે તમે આવો ને અમારી સેવા કરો. જાહેર જીવન અને રાજનીતિ આપણે જાતે સ્વીકારેલો વ્યવસાય છે. માટે થાય એટલું કરવું કારણ કે સેવા માટે ઇચ્છાશક્તિ હોય બળજબરી નહીં. માટે તમે જે કરો એ બધા જ કરવા જોઈએ આગ્રહ શા માટે રાખો છો?
તમે જ્યાં સેવા કરી રહ્યા છો એ જ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો, એટલે તમારી ફરજ પણ છે જ અને ભવિષ્યના સ્વાર્થનુ સંધાન પણ હોઈ શકે.
એટલે તમે એના માટે બિનજરૂરી કોંગ્રેસ ને ગાળો કેમ આપી એ ના સમજી શકાયું.આપ અને આપના રાજકીય ગુરુ પાટીલજી બંને દ્વારા ઇન્જેક્શન માત્ર સુરતના બદલે.
ગુજરાતની બીજી કૉવિડ હોસ્પિટલમાં સપ્રમાણ વેચણી કરીને બધા જ ગુજરાતીઓની ચિંતા કરી હોત.તો એમાં ક્યાંક સેવા નો ભાવ દેખાય પરંતુ એકલા સુરતમાં કરવાથી સ્વાર્થ ડોકિયા કરતો દેખાય છે
છતાં પણ કંઈક સારું તો કર્યો એ માટે ધન્યવાદ પણ પોતાનું શર્ટ બીજાના શર્ટ કરતા વધુ સફેદ દેખાડવાની લહાય માં બિનજરૂરી વિપક્ષને ઢસદી લાવ્યા છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment