પાટીદારોમાં ચિંતાનું મોજુ : જેના એક હુંકાર થી પાટીદાર સમાજ એકઠો થઈ જતો તે આજે કોરોના ના કારણે પથારીમાં.

ગુજરાતમાં કોરોના ની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી છે. જેના કારણે દાખલ થવા માટે આવતા દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. એક પછી એક સરકારી હોસ્પિટલમાં ફૂલ થઇ રહી છે. કેટલાક કિસ્સામાં તો હોસ્પિટલોની લોબી માં જ દર્દીઓને સુવડાવીને સારવાર આપવામાં આવી રહી હોવાના.

કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. નાગરિકોમાં સરકાર પ્રત્યે ખુબજ આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકાર દર્દીઓ માટે શું વ્યવસ્થા કરી રહી છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે કોરોના કોઈનું પદ કે પ્રતિષ્ઠા જોઈને નથી થતો.

કોરોના અનેક લોકોને થઈ ગયો છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી થી લઈને મોટા મોટા નેતાઓને સમાવેશ થયો છે. હાલમાં શિક્ષણ મંત્રી સહિત અનેક વીઆઇપી લોકોને પણ કોરોના થઈ ગયો છે.

પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે અને હાલમાં કોરોના ની જે ફેમિલી બનચિંગ પેટન જોવા મળી રહી છે.

તે અનુસાર તેમના પત્ની નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બંને દંપતીઓને સામાન્ય લક્ષણો જણાતા ઘરે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલ બંને ની સારવાર ચાલી રહી છે.

જો જરૂર જણાશે તો તેમને દાખલ કરવામાં આવશે અને નરેશ પટેલને કોરોના પોઝિટિવ આવતા પાટીદારો માટે ચિંતાનું મોજું જોવા મળ્યું છે. પાટીદારો માં ખાસ કરીને તેઓ સૌરાષ્ટ્ર પંથકના પાટીદારો માં તે મજબૂત વર્ચસ્વ ધરાવે છે. પાટીદારોના પવિત્ર આસ્થાધામ ખોડલધામના પ્રમુખ પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*