સુરતવાસીઓ માટે મહત્વના સમાચાર, કોરોના નું સંક્રમણ વધતા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન માટે લેવાયો મોટો નિર્ણય.

સુરત શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ માં બિનજરૂરી અવરજવર લોકો પર નજર રાખવા માટે શિક્ષકો મૂકવામાં આવ્યા છે. દેશભરમાં કોરોનાવાયરસ ની બીજી લહેર ચાલી રહી છે અને બીજી લહેર માં પહેલા કરતા પણ વધારે કેસો સામે આવી રહ્યા છે.

અને પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ બનતી જાય છે. ગુજરાતમાં પણ દરરોજ કોરોનાવાયરસ ના રેકોર્ડ તૂટી રહ્યા છે અને એક્ટિવકેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં સૌથી વધારે કહેશો અમદાવાદ અને સુરતમાં થી આવી રહ્યા છે.

અને સુરતમાં દિવસેને દિવસે પરિસ્થિતિ બેકાબૂ બનતી જઈ રહી છે ત્યારે મહાનગરપાલિકા એ માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન માટે કેટલા કડક નિયમો બનાવ્યા છે.

સુરતમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ફોનમાં અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો અને દેખરેખ રાખવા માટે શિક્ષકોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ની જવાબદારી સોંપાઈ છે.

આ વિસ્તારમાં અવર-જવર કરતા લોકોની માહિતી શિક્ષકો અપાશે અને બિન જરૂરી અવરજવર કરતા લોકો ઉપર પોલીસ કેસ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે તો સાથે કોરોનાની કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 4021 કેસ નોંધાયા છે.

અને 2197 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયા છે તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*